Page 19
મેઘને કીધું તું ભૂલી જા કુશલ ,સ્કુલ કોલેજના જે દિવસો ગયા એ ક્યારેય પાછા નથી આવવાના ખોટા સપના ના જોઇશ પણ તે બધું રીતેશ ને કેમ કીધું ?
કુશલ બોલ્યો ..છેલ્લા સાડા ચાર વર્ષથી આપણે બંને એકલા એકલા ઘૂંટતા હતા કોઈ રસ્તો તને કે મને દેખાતો નોહતો તો પછી કોઈક ને કૈક કહીએ તો રસ્તો તો મળે ને મેઘના,
પણ કુશલ રીતેશ કોઈ ને કેહશે તો બહુ મોટો ફજેતો થશે , કુશલ ઝીણી આંખો કરીને બોલ્યો નહિ બોલે એ ,બિલકુલ નહિ બોલે મેં રિતેશની આંખોમાં તારા માટેની તડપ બહુ બચપનથી જોઈ છે ,અને એ ડોક્ટર થયો પછી દુનિયાભરમાં બધી કોન્ફરન્સમાં રીતેશ જાય છે, બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ના ખર્ચે …
મેઘના બોલી તો શું ફરક પડે એનાથી ? કુશલ બોલ્યો મારી જાનેમન મેઘુ તું આટલા વર્ષ અમેરિકા રહી તો પણ તને ના ખબર પડી કે એકલો પુરુષ પરદેશમાં કેવો હોય ? અને એમાં પણ રીતેશ જેવો મેઘધનુષી મસ્ત મૌલા ..!!
મેઘના બોલી તો તને પણ આવો ગામનો ઉતાર જ મળ્યો આપણા પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે ? કુશલ બોલ્યો ..હા મેઘુ બેબી કોઈ સીધી લીટીનો માણસ તો આપણો પ્રોબ્લેમ સંભાળે ને તો બેભાન થઇ જાય આપણા પ્રોબ્લેમ માટે તો રીતેશ જેવી જલેબી જ જોઈએ,ગૂંચળે ગૂંચળાવાળી નહિ તો મારી કંગુ અને તારો નીલું આપણને સીધા રસ્તે સાડા ચાર વર્ષ સુધી ક્યાંના ક્યા ખેંચી ગયા તો આપણે શું તોડી લીધું?
મેઘના કઈ બોલી નહિ નીચું જોઇને ગાડીમાં બેસી રહી, બેબી તું સાચવજે,
મેઘના બોલી શેને માટે ? કુશલ બોલ્યો રીતેશ થી.. મેઘના બોલી એ હલો તને પણ મેં હજી આંગળી નથી અડાડવા દીધી ઓકે.. કુશલ બોલ્યો એટલે તો તારી પાછળ હું પાગલ છું, સાલી મારી તો મારી થઇ નહિ અને જે કોઈની છે એ મારી થઇ ને કોઈ બેવફાની વફાદારી નિભાવે છે…એમ કરીને કુશલે મેઘના ના ખભે હાથ મુક્યો .. મેઘના એ કીધું નહિ કુશલ રેહવા દે આપણે કંગના અને નિલય નથી .. કુશલ બોલ્યો સાચી વાત છે અને આપણે ક્યારેય થઇ પણ નહિ શકીએ ચલ જઈશું ..બંને જણા છુટા પડ્યા ..
Previous Page | Next Page