PAGE-17
આતિશ બોલ્યો …એ હે ખોટી વાત ના કરો તમારે એક પણ ધોળા નથી તિલોત્તમાબેન અકળાઈ ને બોલ્યા આતિશ મારે ઝેર પીવું પડશે … તો સાથે પીશું…
આતિશ ચલ મને એમ કહે કે તારી મમ્મી સાથે કોઈ તારા જેટલો કોઈ છોકરો ,ચલ તારો ફ્રેન્ડ નયન જ પરણવા માંગે તો તું શું કરીશ..??
આતિશ એકદમ નફફટ થઇને બોલ્યો હું જાતે નયનને અને મારી મમ્મીને પરણાવું …
આતિશને ટાળવા તિલોત્તમાબેને કીધું જા પેહલા તારી મમ્મી ને પરણાવ પછી હું તારી સાથે પરણીશ …
સારું ચાલો હું જાઉં છુ અને નયનને જ કહું છું પરણી જ મારી માં જોડે અને બની જા મારો બાપ …
એમ કરીને ફરી પાછો દોડી અને જતો રહ્યો ફ્લેટની બહાર અને સીધો નયનના ઘરે ગયો નયનને બહાર બોલાવ્યો અને આખી વાત કરી …નયનનું મગજ બેહર મારી ગયું અને એ બોલ્યો ..બે એ કાળું તને આ શું સૂઝયું છે …?? તું શું બોલે છે આ બધું કાળું ..?
હું જે બોલું છું એ બરાબર બોલું છું … અમે બદ્ધે બધ્ધું જ કરી ચુક્યા છીએ નયન..અમારે ખાલી ફેરા જ ફરવાના બાકી છે નયન .. હું એના વરની જેમ જ એમના ઘરમાં રહું છું ..અને મને નફરત છે આવા આડા અને ગેરકાયદેસરના સબંધથી , ક્યાં સુધી સંતાઈ સંતાઈને રેહવાનું …? હું મારી તીલું ને લઈને કેમ બહાર જાહેર માં ના જી શકું …??હું હવે બધું ચોખ્ખું કરવા માંગું છું …..એટલે મેં તીલું આંટી ને કીધું કે તમે પરણો મારી સાથે તો કહે છે પેહલા તારી મમ્મીને પરણાવ પેલ નયન જોડે … બોલ તને રસ છે..?? નયને એક સટટ્ટક કરતી ઝાપટ મારી આતિશને અને ગાળ આપી , સાલા હલકટ તારા જેવો માણસ મેં દુનિયામાં નથી જોયો કે જે પોતાની ઐયાશી અને મિલકત માટે એક ડોશીને પરણવા તૈયાર થાય અને ઉપરથી પોતાની ઘરડી માં ને પણ એવા રસ્તે લઇ જાય … જો કાળું સમજી લે ફરી તું અહિયાં મારા ઘરે કે ઓફીસ આવ્યો તો ગયો કામથી …ચલ હવે હવા આવવા દે ચલ એમ કરીને બીજી એક ઝાપટ નયને એને મારી ..
આતિશને ખેંચ પકડ જોર ચડ્યું…ઘેર ગયો અને એની મમ્મી સાથે ઝઘડયો તમે કેમ બીજા લગ્ન ના કર્યા ..?? ગમે તેની સાથે લગ્ન કરી લો તો તીલું આંટી મારી સાથે પરણશે … માંડ માંડ રાત ગઈ સવારે આતિશના મમ્મી તિલોત્તમાબેનના ઘરે ગયા અને ખુબ ઝઘડ્યા એક વેશ્યા સુધીની ઉપમા આપી દીધી…
આતિશ ઓફિસે ગયો ત્યાંથી એને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો..તિલોત્તમાબેનના ઘરે ત્રણ વાર આંટા માર્યા ઘરે તાળું જ મળ્યું …
તિલોત્તમાબેન પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નોહતો બદનામી બારણે ટકોરા મારતી હતી ..આતિશના મમ્મી એમના ઘરેથી ગયા એ જ મીનીટે સીધા ટ્રાવેલ એજન્ટને ત્યાં ગયા અને ઓસ્ટ્રેલિયાની એ જ રાતની ટીકીટ લીધી ..અને બેસી ગયા ફ્લાઈટ કોઈ ને પણ જાણ કર્યા વિના…આતિશ આંટા મારતો રહ્યો તિલોત્તમાબેન ને શોધવા માટે પણ કઈ જ અતોપતો ના મળે…એટલા જ ખબર મળ્યા કે એ ઓસ્ટ્રેલિયા છે..
આતિશ માટે હવે તિલોત્તમાબેન એ એક વેશ્યા થઇ ગઈ હતી…સમય જતો ગયો ..
શીંગ નું પડીકું/PAGE-17/ શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COM
[su_button url=”http://shaishavvora.com/khari-sing-18/” target=”blank” size=”4″]Continue to Page – 18[/su_button]