Page 9
મીશા એ રાહિલ ને હળવેથી એક ટપલી મારી અને બોલી જો આપણે રાત્રે ગાડી લઈને નીકળ્યા એવું તારે કોઈને કેહવાનું નથી તું અહિયાં ઘરમાં જ હતો હું અને દીપ ગાડી લઈને નીકળ્યા હતા અને ગાડી ફૂટપાથ ઉપર સુતેલા લોકો એ તે ફેરવી દીધી એવું કોઈ ને કેહવાનું નથી, એ પાર્ટ પોલીસ ને હું કહીશ..
જો સાંભળ ..હું પોલીસ ને એવું કહીશ કે દીપ આપણી ગાડી ચલાવતો હતો , મેં એને નાં પાડી તો પણ એણે ગાડી ફુલ્લ સ્પીડમાં ભગાવી અને પછી એનાથી ગાડી કન્ટ્રોલના થઇ તો એણે ફૂટપાથ ઉપર સુતેલા મજુરો ને કચડી નાખ્યા અને ઉપરથી અહિયાં ઘરે આવી ને એણે મારી ઉપર રેઈપ કરવાની કોશિશ કરી પણ તે એને વાઝ માર્યો એટલે એ ભાગી ગયો ઓકે..!!
આનાથી વધારે એક પણ શબ્દ બોલતો નહિ..!!
રહિલ બોલ્યો પણ દીદી આ દીપ છે કોણ ?અને તને મળ્યો ક્યાંથી ..?
મીશા એ ગુસ્સામાં એક સટાક કરતો લાફો ઠોકી દીધો રાહિલ ને અને બોલી તારે અત્યારે એ બધું સમજવાની જરૂર નથી સેહજ પણ દોઢ ડાહ્યો થયો તો જેલ માં જવું પડશે..
મીશા એ ફોન ઉપાડ્યો અને વોટ્સ એપ કોલ કર્યો પોતાના બાપ ને..
સામે છેડેથી ફોન ઉપડ્યો અને હા બોલ બેટા ..એટલો જવાબ આવ્યો ત્યાં તો મીશા ના બાથરૂમમાંથી બાહર આવી ને દીપ એ ઝાપટ મારી ને ફોન લઇ લીધો મીશાના હાથમાંથી ,અને ફોન કાપી કાઢ્યો ને ફોન ને સામેની દીવાલે મારી અને પછાડી ને તોડી નાખ્યો , એટલી જ ત્વરાથી દીપ એ રાહિલ ને વાળથી પકડી ને ઉંચો કર્યો અને રૂમના બારણા સાથે અફાળ્યો..
રાહિલના મોઢામાંથી ચીસ નીકળી ગ .. તરત જ દીપ રાહિલ ને પોતાની બગલમાં દબાવી ને સિધ્ધો બંગલાના બેક યાર્ડ તરફ દોડ્યો અને ત્યાં જઈને એને એક ગટર દેખાઈ એટલે એણે એ ગટર નું ઢાંકણું ખોલી નાખ્યું અને એની અંદર રાહિલને મારી મારી ને ઉતારી દીધો, ખાલી વાળથી એનું માથું બાહર ઝાલી રાખ્યું..
એક્ચ્યુલી એ ગટર નહિ પણ પાણી ની ટાંકી હતી એટલે એનું ઢાંકણું વજનમાં હલકું હતું અને એટલે જ દીપ એને આસાનીથી ખોલી શક્યો ..
દીપ ની પાછળ થોડીક જ સેકંડમાં મીશા દોડતી આવી અને એણે ચીસ પાડી મારા ભાઈ ને છોડ દીપ તું નહિ બચી શકે..
દીપ બોલ્યો સાલી ચુડેલ, મને એ ખબર છે તે ફૂલપ્રૂફ પ્લાન કર્યો હતો મને ફીટ કરવાનો પણ કુતરી હવે તું એકપણ પગલું આગળ આવી તો આ તારો “દટ્ટો” છે ને એના વાળ છોડી દઈશ અને ભેગી તને પણ અંદર આ ટાંકામાં ઉતારી દઈશ ,અને જોડે હું પણ આવીશ એટલે ગયા જન્મની હવસ તારી આ જન્મ માં ટાંકીમાં પૂરી કરીશું..!!
બોલ કુતરી બોલ શું કરવું છે ? ટાંકીમાં કે પછી ..?
મીશા ઢીલી પડી ગઈ હતી …એનો પ્લાન દીપ જાણી ગયો છે એ સમજતા એને વાર ના લાગી એટલે ભાંગી પડી હતી …રડતા રડતા મીશા બોલી પ્લીઝ દીપ મારી સાથે તારે જે કરવું હોય તે કર પ્લીઝ પણ તું મારા ભાઈને કઈ ના કરીશ પ્લીઝ બચાવી લે અમને..
– શૈશવ વોરા
Previous Page | Next Page