Page 34
પાવનના આવા જવાબથી સેહજ પાપ ની લાગણી થી દુભાયેલો જીગર બોલ્યો અરે પણ વીડ પણ પેહલીવાર એ લાવી અને શરૂઆત પણ એણે જ કરી હતી..
જીગરના આવા જવાબથી બધા ખડખડાટ હસ્યા અને રાજલ બોલ્યો ..તો પછી ભૂલી જા જીગરા, આ પાપ પુણ્યની થીયરી અને એ ભમ્મરિયા કુવાને આજે આ માઉન્ટ આબુની સેશન્સ કોર્ટમાં બયાનો લખવી દઈએ એટલે છુટ્ટા પછી જીંદગીમાં એ ભમ્મરિયાને યાદ નથી કરવો ,એના વિષે તો જેટલું ખોતરીશું ને એટલું નવું નીકળશે..મુક છાલ હવે..
મર્ક એસયુવી માઉન્ટ આબુના ચુંગી નાકે ઉભી રહી, ચુંગી નાકે ગાડીઓની લાઈન લાગેલી હતી અને ત્યાં એક સોળ સત્તર વર્ષની છોકરીએ રાજલ બેઠો હતો એ બાજુ આવી ને કાચ પર ટકોરા માર્યા અને ભીખ માંગી..અચાનક એ છોકરીને જોઇને રાજલ છળી છળી માર્યો અને ચીસ પાડી ભમ્મરિયો કુવો..
બિલકુલ એકતા જેવી લાગતી હતી એ સોળ સત્તર વર્ષની ભિખારણ..
પણ એ એકતા ચોક્કસ નોહતી..!!
ડરનો માર્યો પાવન ડ્રાઈવ કરતા નિનાદને ચોંટી પડ્યો..
નિનાદ ખડખડાટ હસીને બોલ્યો ચીલ યારો.. !! જુનો ભમ્મરિયો પુરાઈ ગયો હવે નવો ખોદવો હોય તો બોલો..??
ત્રણેય જણાએ નિનાદને માથામાં કોલેજમાં જેમ ટપલાદાવ લેતા હતા એમ ગાળો બોલતા બોલતા મસ્ત ટપલાદાવ કર્યો..!!
સંપૂર્ણ
– શૈશવ વોરા
Previous Page