Page 33
જીગર બોલ્યો આટલી જલ્દી કેમની માની પણ ?
નિનાદ બોલ્યો એ જેટલી ક્લીઅર હતી એટલો હું પણ મારી લાઈફ માટે ક્લીઅર હતો , મેં ત્યારે જ એને કહી દીધું હતું કે હું ક્યારેય કોઈને પરણવા નો નથી એટલે તું ખોટા કોઈ જ જાતના એક્પેકટેશન ના રાખતી, અને સામે એણે પણ ક્લેરિટી આપી કે થાય ત્યાં સુધી અને થાય તેટલો પ્રેમ આપજે, બાકી ફ્રેન્ડસ વિથ બેનીફીટ..
પાવન અચાનક સીરીયસ થઇ ને બોલ્યો ના નીન્યા એ વખતે કદાચ એ તારી સાથે જુઠ્ઠું બોલી એ તારા શરીર પાછળ લટ્ટુ હતી અને જો એવું ના હોત તો પેલા તારા હમશકલ અને હમ બદન ઇન્સ્પેકટર જાદવની જોડે રહી ને આવા ગાંડા ના કાઢ્યા હોત ..
રાજલ બોલ્યો .પોઈન્ટ, પાવન સાચી વાત કરે છે..એ જે કામ કરવા આવી હતી એમાં એને કરોડો રૂપિયા મળતે, ને એકતા અને પેલો નીલેશ સાંકળીયો દુનિયાના તમામ એશો આરામ અને ઐયાશીઓ ખરીદી શકત..પણ એ ઇન્સ્પેકટર જાદવમાં તને જોઈ ગઈ અને પછી ની સ્ટોરી તો આખી દુનિયાને ખબર છે..
નિનાદ બોલ્યો પોસીબલ છે પણ જો એને હું જોઈતો હતો તો પછી તમને કેમ લીફ્ટ આપી?
રાજલ બોલ્યો પાવનિયા કહી દઈશું હવે ? પાવન બોલ્યો..આપણી ચારની ફ્રેન્ડશીપ અને બ્રોમાન્સ એને ખબર હતી એટલે તું જયારે જયારે એનાથી થોડોક દૂર જતો ત્યારે અમે એને પટાવી લેતા.. સિમ્પલ
નિનાદે ગાડી ચલાવતા ચલાવતા જીગરને પૂછ્યું અને જિગરા તું ..?તારો ખેલ શું હતો..?
જીગર બોલ્યો મેં તો એને સિગારેટમાં વીડ નો ચસ્કો પાડ્યો હતો, એટલે વીડ મારવા માટે મારે ધાબે આવતી હતી ..
એટલું બોલીને જીગર અટક્યો એટલે નિનાદે પૂછ્યું પછી શું કરતો તું ..?
જીગર બોલ્યો જે તમે કરતા એ વળી..
પાવન બોલ્યો..તો તો તને પાપ લાગે હો જીગરા સાલા વીડ પીવડાવી પીવડાવીને આવું દુષ્ટકૃત્ય કર્યું..
Previous Page | Next Page