Page 31
નિનાદ ખડખડાટ હસતા બોલ્યો..રાજ્લે ભમ્મરિયો કુવો નામ એમનેમ નોહતું પાડ્યું અડધી કોલેજ ને એના પાણીથી નહાવું હતું પણ વારો આપણા ચાર નો જ આવ્યો..
તમે ત્ર્ર્ણ કુવામાં ઉતરીને નહાવા ગયા અને મેં થાળે બેઠા બેઠા સ્નાન કર્યું..!!
જીગરને ચુપચાપ બેઠેલો જોઇને રાજલ બોલ્યો એના વાળ ખેંચો કે ધક્કા મારોને તો ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ લાત મારતી, તે ખાધી `તી કે નહિ જીગરા..??
બધા ખડખડાટ હસ્યા..!!
રાજ્લે પાછલી સીટ ઉપર બેઠા બેઠા સવાલ નાખ્યો કે યાર એક વાત હજી મને સમજાઈ નહિ કે નીન્યા તારા શરીરમાં એવું તે શું છે કે આ એક્તાડી આવી પાગલ થઇ ગઈ `તી તારી પાછળ..?
પાવને આગલી સીટ પર બેઠા બેઠા ટીખળ કરી..એ જાણવા માટે તારે ઓરત થવું પડે કે પછી તારે તારા ટેસ્ટમાં થોડો ફેરફાર કરવો પડે, પછી નીન્યાના શરીરની તને ખબર પડે..પાવન ની ટેસ્ટ બદલવાની વાતથી આખી ગાડીમાં એક મોટું હાસ્ય રેલાયું, ઘણા વખતે બધા મન મુકીને હસ્યા હતા..મર્ક એસયુવીમાં પાછળ બેઠેલો જીગર બોલ્યો..મને તો એકતા સાયકો અને નીમ્ફો હતી એવું પેહલા દિવસથી જ લાગતું હતું..
પાવન મસ્તીના મૂડમાં હતો એણે પૂછ્યું કયો પેહલો દિવસ તું એને તારા ફ્લેટના ધાબા ઉપર લઇ ગયો એ કે પછી બીજો કોઈ..
જીગરે આડું જોઈને ગાડીની બાહર અરાવલ્લીના ડુંગરાઓ ઉપર નજર ફેરવી અને સેહજ ઉદાસ થઇ ને બોલ્યો સાલું આપણે ભેગા થઈને પાપ તો કર્યું કેહવાય..જીગરની પાપ કર્યાની વાત સાંભળીને અત્યાર સુધી ખામોશીથી ગાડી ચલાવતો નિનાદ બોલ્યો .. ના પાપ તો નહિ લાગે, એકતાને મારા કરતા વધારે કોઈ જ નથી ઓળખતું ,એનો બાપ ડ્રાઈવર હતો અને એના શેઠના આઉટ હાઉસમાં એ લોકો રેહતા,એનું બાળપણ શેઠ ના બંગલાના આઉટ હાઉસમાં શેઠિયાની જાહોજલાલી અને શેઠિયાઓ ની ઐયાશીઓ જોતા જોતા વીત્યું અને એના મનમાં શેઠીયાઓની જિંદગી જીવવાની અદમ્ય ઈચ્છા ઘર કરી ગઈ..
Previous Page | Next Page