Page 30
પણ એને એટલી આસાનીથી પતાવાય એમ નોહતો, કેમકે નીલેશ સાંકળિયા પણ અમેરિકન જાસુસ હતો અને જો સિઆઇએ ને ખબર પડે કે એકતાએ જ એનું કાટલું કાઢી નાખ્યું છે તો એકતા માટે આ ધરતી ઉપર ના કોઇપણ ખૂણે જીવવું અશક્ય હતું..!
એટલે તમને ચુંગી નાકે જોયા પછી એકતા એ અને જાદવે સાથે મળીને માઈક્રો પ્લાનિંગ ગોઠવ્યું હતું કે..પેહલા નિનાદને પતાવી અને એની લાશ અરવલ્લીના ડુંગરાઓમાં ક્યાંક સગેવગે કરી અને એકતાના ચોથા હસબંડનું નીલેશ સાંકળિયાનું મર્ડર કરીને રાજલ, પાવન અને જીગર ઉપર વ્યવસ્થિત આરોપ નાખી અને એમને ત્રણેયને પણ બેચાર દિવસમાં એન્કાઉન્ટરમાં પતાવી દેવા,અને ત્યાં સુધીમાં એકતા એનું ગુરુશિખર વાળું કામ પતાવી અને જાદવ અને એકતા અમેરિકા ભેગા કે પછી દુનિયાના બીજા ગમે તે ખૂણે સંતાઈ જાય..!!
પરફેક્ટ પ્લાનિંગ હતું પણ નિનાદને મળેલી લગભગ દસ મિનીટ સુધી શ્વાસ રોકી અને જીવતા રેહવાની કુદરતી બક્ષિશે આખું માઈક્રો પ્લાનિંગ ઊંધું પાડી દીધું..!
જાસુસે પ્રેમ કર્યો અને બધું ઊંધું પડ્યું..!!
જાન્યુઆરી વીત્યો માર્ચ આવ્યો, વીતેલા બે મહિના પછી કુદરતે પણ કરવટ બદલી હતી, અરવલ્લીમાં કેસુડાં મોહર્યા અને વાસંતી વાયરો અરવલ્લીને સેહલાવતો હતો, અને એવા સમયે એક મર્ક એસયુવી ફરી એકવાર માઉન્ટ આબુ ચડી રહી હતી, નિનાદ ગાડી ચલાવી રહ્યો હતો અને જીગરએ અચાનક સવાલ કર્યો અલ્યા રાજ્લ્યા તે વળી ક્યારે એકતાડીના વાળ ખેંચ્યા હતા,..? રાજલ હસીને બોલ્યો જ્યારે પાવને એને ધક્કો માર્યો હતો ત્યારે..જીગર ગૂંચવાયો..અને પાવન સામું જોઈ રહ્યો,
આગલી સીટ ઉપર નિનાદની બાજુમાં બેઠેલો પાવન બોલ્યો જીગરા હું અને રાજલીયો તો મારા ઘેર કોઈના હોય ત્યારે એના વાળ પણ ખેંચતા અને ધક્કા પણ મારતા પણ જીગરા ટોપા તું હજી પણ સંતાડીશ કે તારા ફ્લેટના ધાબે તું એકતાડી ને લઇ જઈને.. જીગર ચુપ થઇ ગયો ..
Previous Page | Next Page