આવી આસો ની રઢીયાળી રાત મોરી માં..
ભાદરવાની અમાસ ઉર્ફે સર્વ પિતૃઅમાસ આજે ગઈ..તિથી પ્રમાણે શૈશવભાઈ બાવન વર્ષ પેહલા આજ ના જ દિવસે ડોક્ટર ઈન્દુમતી કે દવાખાણે મેં જન્મ્યા હતા, વો સાપુર બાઈ સેન્ટર આવેલા હૈ ને ઉધર હી ચ..!!
સોળે શ્રાદ્ધ ખાઈને સાંજ પડ્યે અમે આ ધરતી ઉપર અવતર્યા,
જબ હમ જન્મે વો ટાઈમ પે શામ કો ઉધર સાપુર બાઈ સેન્ટર મેં બચ્ચે હિન્દુડે કે બચ્ચે મલ્લામાતા કા સબ ફાઈનલ ડેકોરેશણ કર રેહ્લે થે ઔર બડે લોગ ઉનકે માતાજી કી ગરબી સેટ કર રહેલે થે, ઉસ ટાઈમ તો ક્યા થા બાવા અમદાવદ સેર મેં હિંદુ બોત સારે રેહતે થે ..!
જમ કર આખી રાત ગરબે ચલતે થે ઔર કોઈ જ્યાદા ભંકસ નહિ થા, તો અપણે વાલે લોગ ભી કભી કભી પુરા ફેમીલી કો લેકું ગરબા ખેલણે ચલે જાતે થે, સબ મિલકે તેહવાર મણાતે થે..!!
વો ક્યા આસ પડોસ કી ઓરતે સાકભાજી લેણે સાથ મે ચલતી તો સબ કી એક દુસરે સે ફ્રેન્ડસીપ રેહતી તો અપણી ઓરતે ભી કભી કભી ઉનકે સાથ ગરબે લેણે ચલી જાતી ..!!
સબ ક્યા ભાઈચારે સે રેહતે ..!! મેરી દાદી તો ગરબે મેં જાણે હૈ તો પુરા દિન નોન વેજ ખાતી ભી નહિ થી ..અ..ઓર .. ખાને ભી નહી દેતી થી ..એસા થા ..!!
પણ મુઓ બાદસો બડો મીજાસી..!!
આજે સવારે પેહલા નગરદેવી માં ભદ્દરકાળીના ચોકે જઈને આશીર્વાદ લીધા ,
શેહરમાં રહી ને મોટા થયા હોય એટલે ગમે તે કરો કોટ વિસ્તારની માયા છૂટે નહિ ..!!
વાર તેહવારે રહી રહી ને કોટ વિસ્તારમાં શ્વાસ લેવા જવું પડે અને આજે તો સવારે ચંદ્રવિલાસ ના ફાફડાનું કલ્યાણ કર્યું .. પ્રોટીન કેહવાય એ ..બે..!!
જલેબીનો ત્યાગ કર્યો..!!
ત્યાંથી ખાડીયા શ્રી રામ ની ફૂલવડી અને ખમણ .. એક આખ્ખું મરી તો હોવ્વું જજ જોઈએ એક ફૂલવડીમાં ..!
અમદાવાદી જીવડો તો ખરો ને..!
નવરાત્રીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે પાસ માર્કેટમાં જબરજસ્ત તેજી તેજી છે કપડા માં સાવ ગાભા જેવા ચણીયા ચોળી હજાર દોઢ હજારમાં વેચાય છે અને ઉપર ના લેવલની તો વાત જ થાય તેમ નથી , મેં થોડાક વર્ષ પેહલા અમદાવાદની એક બહુ એલીટ ક્લાસ બોલે તો ભદ્ર સમાજની દસ બાર મહિલાઓને પાંચ પાંચ લાખના પાટણના પટોળા પેહરી અને ગરબે ઘૂમતી જોઈ હતી ..!
સમજ ગયેલેને બાવા.. બાર મહિલાઓ.. બોલે તો સાઠ લાખ કે સિર્ફ સાડિયા..!!
ભાષા તો આજ અપણી યહી ચ રહેગી બાવા ..! વો ક્યા હૈ ખાણપુર મેં રેહકે બડે હુવેલે હૈ તો ફિર અબે તબે માં કી ,ભેણ કી , વો સબ બોત જલ્દી સીખને કુ મિલ ગયેલા..!
લો ગાર્ડન હૈયે હૈયા દળાય છે અને પાર્ટી પ્લોટોના પાસ માટે મારા મારીઓ છે ,જ્યારે એલીટ ક્લાસએ પોત પોતાના સર્કલોમાં ચાર-પાંચ લાખ કાઢી અને આઠદસ જણાએ ભેગા થઇને કોઈક ફાર્મ ઉપર ગરબા ગોઠવી દીધા છે..
કચરાંપટ્ટીમાં ક્યાં જવું એના કરતા આપણે આપણા જોડે ફરી લેવું અને માણી લેવું ..!!
એસજી હાઈવે ની જાણીતી ક્લબોએ એટલા બધા મેમ્બર ઉભા કરી લીધા છે કે હવે એમને મેમ્બર અને એમના ગેસ્ટ સિવાય કોઈ આવે તેમ બિલકુલ રસ નથી એટલે સાવ છેલ્લી ઘડીએ પાસ વેચવાના ચાલુ કર્યા છે,
સરકારી નવરાત્રી રાબેતા મુજબ સરકારી જ છે , તદ્દન સેઈફ જગ્યાએ કરવાની કોઈ માથાકૂટમાં નહિ પડવાનું હોં ભાઈ આપણે ,જીએમડીસી ગ્રાઉન્ડ બરાબર છે કોણ ભદ્દર કાળીના ચોકે કરવા જાય ..!
ભૂતકાળની અને સન્સ્કૃતિની વાતો અને પડારા ઠોકવાના પણ એમ નહિ કે આ વખતે રીવર ફ્રન્ટે પાર્કિંગ અને ભદ્દરકાળીના ચોકે સરકારી નોરતા ગોઠવીએ..!! કોટ વિસ્તારને ફરી એકવાર ધબકતો કરીએ કોમી એખલાસ ઉભો કરીએ..!
જો કે છાતી જોઈએ છાતી એના માટે તો ..!!!
હેંડો હેંડો લ્યા સ્પ્પરમાં ને દાડે તું પણ ક્યાં અલ્યા નસો ખેંચવા બેઠો છ .. તઈણ વર્ષે તો નોરતા કરવા મળે છે તે ગરબે ઘૂમી ખા ને લમણાં લીધા વના ના ..!!
ઘણા જુવાનીયાઓ ત્રણ ચાર દિવસથી ઓલરેડી ગરબે ઘૂમી રહ્યા છે અને એંધાણ એવા વર્તાય છે કે પેહલા જ દિવસથી નોરતા જામી જશે ,ચારેય બાજુ સોસાયટીઓમાં અને ફ્લેટોમાં ડેકોરેશન ફરી એકવાર તડામાર થઇ રહ્યા છે ..!
ઘણો આનંદ આનંદ થઇ જાય પાછલા તબે ત્રણ વર્ષ જે રીતે કાઢ્યા એ જોતા તો ..
કોવીડના લોકડાઉન ખુલ્યા પછી પબ્લીકે રિવેન્જ ટુરીઝમ કર્યું .. ગાંડાની જેમ પબ્લિક ભટકી , જાણે બદલો લેવાનો હોય લોકડાઉન નો એમ .. જ્યાં અને ત્યાં ચડી ચડી અને ફોટા પડાવ્યા અને જીવનમાં નાં સાંભળેલી જગ્યાઓ એ જઈ જઈને વસ્તી ફોટા સોશિઅલ મીડિયા ઉપર ચડાવતી ..!
લાગે છે આ નવરાત્રી પણ રીવેન્જ નવરાત્રી થશે .. વસ્તી ઝાલી ઝલાય એમ લાગતું નથી,
ગઈકાલે જીમમાં ગયો તો અચાનક સાવ સન્નાટો હતો એટલે એંધાણી વર્તાઈ કે પબ્લિક હવે ગરબાના ગ્રાઉન્ડ ઉપર ક્યાં તો તૈયારી કરવામાં લાગી ગઈ છે..!!
બાદશાહ સલામત , ઝીલ્લે ઇલાહી જરા રેહમ નજર રાખજો જરા , તમારી જ રૈયત છે..!
ક્યાંક બાર ને બદલે એકાદ બે વાગે અને જુવાનીયા ગરબે રમતા હોય તો રમવા દેજો હુકમ , અને રમ્યા પછી ભૂખ લાગે હોં ..ચાલવા દેજો ખાણીપીણી .. આમ તો ચોવીસ કલાક દુકાનો ચાલુ રાખી શકાય એવા ફરમાન બાહર પડતા હતા તે હવે નોરતામાં જરાક કીધું કરજો ..!!
પોલીસવાળા કાકા તમને પણ .. આજકાલ તમે પણ નાના નાના જુવ્ન છોકરાં છોકરીઓને ભરતી કર્યા છે તો એમના હૈયે ક્યાંક ઉમંગ જાગે અને વર્ધીમાં મારા છોરુંડાં બે ચક્કર ગરબાના ફરી લ્યે તો સસ્પેન્ડ ના કરતા .. અને તમે દાદાગીરીઓ જરાક માપમાં સત્તા છે તો છોકરાંવ ને આ સરસ મજાની આલ્હાદ્ક શરદ ઋતુ નો લાભ લેવા દેજો અને પેલા દવાની દુકાનેથી જે છાનામાના સંતાઈ સંતાઈને લઇ જાય છે ને તે વાપરવા માટે હોટેલોમાં રૂમો રાખવી પડે .. અને કઈ હોટેલ એક કલાકના પાંચસો લ્યે છે એમની તમને તો ખબર હોવી જ જોઈએ એટલે ત્યાં જરાક કડકાઈ પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર શાંતિ શાંતિ ..!!
હેંડો તા`રે અપણે કુ ભી જાણા હૈ કલ સે તો આજ જલ્દી જલ્દી સો જાવે ..!
ક્યા બોલતા ?
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*