૭૫ પુરા અને ૭૬મુ ચાલુ ..!!
વોટ્સ એપ યુનીવર્સીટીમાં બક્ષીનામા ના ઉલ્લેખથી એવું જ્ઞાન મળ્યું કે આખી રાત આખું પાલનપુર ૧૪મી ઓગસ્ટે ફરતું જ રહ્યું ..!!
લાગણીઓ વેહતી રહી ..!
૭૫ વર્ષે પણ એવું જ થયું ..
લાગણીઓ ફર ફર ફરકતી રહી ,ક્યાંક જરાક ટ્રાફિક જામ થાય તો પણ લાગે કે કોઈ રેલી નીકળી છે એટલા બધા તિરંગા ફરક્યા,
લોકો ફરતા રહ્યા અને તિરંગો ફરકતો રહ્યો ..!!
એ સમયે કદાચ એક ટકો લોકોને પણ ખબર નોહતી કે આગળ શું કરવાનું છે અને કેમ આગળ વધવાનું છે, અને આજેપણ એ સંખ્યામાં બહુ વધારો દેખાતો નથી..!
આઝાદીના આંદોલન અને એ પેહલાના થયેલા સિતમો ઘણી બધી વાત અને વિચારને જીનેટીક્સમાં ઘાલી દીધા હતા ,
જેમકે એક સાદો નિયમ બન્યો હતો કે “પ્રજાને તો પીસવાની જ હોય, અને પ્રજા ઉપર રાજ કારવું હોય તો એને હંમેશા ભયમાં રાખવી..!!”
આઝાદી પછીના શાસકોએ પણ રાજ કરવામાં સરળતા રહે એના માટે આ નિયમને અપનાવી લીધો એટલે છેવટે પ્રજાએ પણ એમના બાપદાદાઓ શીખવાડેલું એ ચાલુ રાખ્યું, સરકારના કાયદામાં જ્યાં છીંડું દેખાય ત્યાં “લાભ” લઇ લ્યો ..!
ઓવરઓલ સરવૈયું બેસાડીએ તો રાજ કરનારા બદલાયા રીત ના બદલાઈ એટલે પ્રજા પણ ના બદલાઈ ..!
હજી સ્પષ્ટ કરું તો અધિકારી અને રાજ બંને ભ્રષ્ટ તો પ્રજા પણ ઉણી ના ઉતરી , ટ્રાફિક પોલીસના “xxx” ને કેમ હેન્ડલ કરવો એ બાપ એ જ શીખવાડવું પડે ..!
ગૌતમ બુદ્ધનો શિષ્યને જેમ કોઈ એક ઘર મળ્યું નહિ જ્યાંથી કોઈનું મૃત્યુ ના થયું હોય એવું એમ જ તમને નગરી અમદાવાદમાં વેહિકલ જે ઘરમાં હોય એ ઘરમાંથી એક લોટો પાણી ના મળે કે જેણે ટ્રાફિક પોલીસને રૂપિયો ના ચૂકવ્યો હોય ..!!!
લાલકિલ્લેથી ભડભાદર ધણી બોલતો હોય કે ભ્રષ્ટાચાર એક સમસ્યા છે તો આપણે પણ હવે એટલી ઈમાનદારી દેખાડીએ કે હા એ સમસ્યા છે, જીવનનો એક ભાગ નથી..!!
સમસ્યાનો સ્વીકાર કરીશું તો જ સમાધાન તરફ જવાશે, બાકી તો ૭૫ વર્ષમાં પોલીસ “xxx” થઇ ગઈ એમ બીજા કશા નવા નામ ઉપનામ પ્રજા આપશે અને ૧૫૦ પણ જતા રેહશે..!!
એટલે ખોટી ચાંપલાશપટ્ટી નહિ ..!!
એક ઉપાય છે .. ડીજીટલ ઇન્ડિયામાં ..!!
ટ્રાફિક પોલીસ ફક્ત મેમો જ આપે રોકડ લેવાની એની કોઈ જ સત્તા નહિ, અને શરૂઆતમાં દંડની રકમ ઘટાડો, ઇલેક્ટ્રોલ બોન્ડ આવી ગયા છે, હવે ભ્રષ્ટાચારને એ લેવલે જ રાખો ..!
નાના નાના લેવલેથી કાઢો ,પંચોતેર વર્ષે ચિંદીચોરી તો કમસે કમ બંધ થવી જોઈએ..!!!
એની સાથે સાથે શું ભણવાથી શું મળશે એનું જ્ઞાન બહુ જરૂરી છે, ડોક્ટર થઈને સિવિલ સર્વિસની એક્ઝામ આપે કે પછી સાયન્સમાં ગ્રેજ્યુએશન કરીને બાપાની સાડીની દુકાને બેસવાના વારા આવે ,કે પછી નીફ્ટ કે એનઆઈડીમાં ભણ્યા પછી ક્યાંક કોઈ કારખાને લાગી જાય .. હવે આ બધાનો શો મતલબ ?
એન્જીનીયરીંગ પછીની હાલત તો કેહવી પડે એમ છે જ નહિ પઢેગા ઇન્ડિયા તો બઢેગા કેનેડા ,અમેરિકા ,ઓસ્ટ્રેલીયા ..!!
બીજી એક વાત થઇ લાલ કિલ્લેથી સ્ત્રીવાચક ગાળોની અપશબ્દોની ..!
આમ તો ઉંમરના બાવ્વ્નના પડાવે આવી અને જુના ચિઠ્ઠા ખોલીએ તો ભૂંડા લાગીએ, પણ એવું છે ગાળએ સદીઓથી પુરુષનું અદ્રશ્ય ઘરેણું છે ,ઈમીજીએટ સ્ટ્રેસ બસ્ટર છે, ટેસ્ટોસ્ટીરોન જેવો બુસ્ટ અપ થાય અને આંખો ફરતી થાય એ ભેગી જીભડી લપસવાની ચાલુ થઇ જાય છે, અને એ એવો નાજુક સમય હોય છે કે નથી બાળક કે નથી પુરુષ એટલે જલ્દી કોઈને પાર્ટી ગાંઠવાના મૂડમાં હોતી નથી, પણ સાર્વજનિક રીતે કહું તો એ જમાનામાં પણ ઘણી સ્ત્રીઓ પણ અપશબ્દોનો બિન્દાસ્ત ઉપયોગ કરતી અને હવે એમાં પુષ્કળ વધારો થઇ ચુક્યો છે ..!!
નગરી અમદાવાદમાં છેલ્લા એક દસકામાં ઉભરી આવેલો વેલ્થનો એક ટાપુ જે શ્યામલથી શરુ થઈને બીલીએનર્સ સ્ટ્રીટથી બસ્સો ફૂટ રીંગરોડ, અને ત્યાંથી સિંધુ ભવન પાર કરીને થલતેજથી હેલ્મેટ સર્કલ, અને ત્યાંથી પાછા શ્યામલ .. સમૃદ્ધિની છોળો ઉડાડતા આ ટાપુમાં ગાળોમાં અને ગાળો ઉપર જેને અપશબ્દો કહીએ છીએ તેમાં પુરુષોનો એકાધિકાર સમાપ્તિને આરે છે..!!
અનુભવ કરવો હોય તો એસજી હાઈવેના કોફા બાર ઉપર શુક્ર ,શનિની રાત્રે જવું ,, શુદ્ધ દેશી નહિ સાંભળવા મળે પણ અંગ્રેજીમાં ધાણીફૂટ કાને અથડાશે..!!
જાત અનુભવ થયા પછીની આ વાત છે .. ૧૫ ઓગસ્ટે સવાર સવારમાં ઇટાલિયન ઘોડો પલાણ્યો હતો એક રીચી રીચ “બાળક” પાછળ બેઠું હતું અને ગલ્લે ઉભા રહ્યા “બાળક” ચા સિગારેટ લીધા એટલામાં ચાર બીજા બાળકો આવ્યા બે બાલિકા અને બે બાળક .. રતિયા માં રંગ ભરીને આવ્યા હોય એવું વર્તાતું હતું ,ચારેય વચ્ચે બે સિગારેટ સળગી અને પછી ચાલુ થયું ધાણીફૂટ …!!
મારી જોડે આવેલું બાળક બોલી ઉઠ્યું ..ભાઈ રાત્રે ઓવર થઇ ગયું લાગે છે બંનેને ,કામ ની બદલે ઉલટીઓ વધારે કરી લાગે છે પેલાઓએ ..એટલે બગડી છે બંને ..!!!
આવું છે , આજકાલ ..!!
જેમને શું ભણવાથી શું કમાણી થશે એની ખબર પડી ગઈ છે એ ઝાલ્યા ઝલાતા નથી , પેહલા પણ લખી ચુક્યો છું “પેરેન્ટ્સ આર ઓલ્વેઝ પુઅર ધેન ચિલ્ડ્રન” અને ગરીબ
થઇ ચુકેલા માંબાપએ પણ એક કે બે જ જણ્યા છે એટલે એમની પાસે એમના છોકરાંવના લખ્ખણ જોડે અપલખ્ખણ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી ..!!
પશ્ચિમ કલ્ચર હાવી થઇ ગયું છે અને હવે માંબાપ પણ ક્યારેક ઈચ્છે છે કે કલ્ચર પશ્ચિમનું જ જો રાખીને જીવવાનું હોય તો પશ્ચિમમાં જઈને ત્યાની સુખ સાહેબી સાથે કેમ નાં જીવીએ ?!!!
મારો ધક્કા અને અપાવો ટોફેલ અને આઇએલટીએસ ..!!!
પઢેગા ઇન્ડિયા તો બઢેગા…!!!
જય હો
પેહલા અભણ ભટકતા, ૭૫ પછી હવે ભણેલા ઢોરાં ભટકતા રેહશે ,
અને “દાવ” આવ્યો એ જલસા કરશે ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)