Page 5
ઉમેશ ઍ ખૂબ પ્રેમથી મિત્રભાવે સમજાવ્યો શિરીષને અને શાંત કર્યો. હવે આપણે ત્રણે જણા મિત્રો છીઍ શિરીષ ,મને પણ પૂર્વી ની સાથે તારી દોસ્તી ચોક્કસ ગમશે શિરીષ, શિરીષને દીલોસોજી અને ભરોસો આપવા માં ઉમેશે કોઈ જ કસરના રાખી અને રડેલી સૂજેલી આંખે અને તૂટેલા હૈયે.. ત્યારે ઉમેશની દરેક વાતમાં હા માં હા પાડી શિરીષ ત્યાંથી જતો રહ્યો.
બીજે દિવસે પૂર્વી ને લોહી થી લખેલો ઍક કાગળ મળ્યો…
વ્હાલી પૂર્વી ,
આ જીવનમાં મારા માટે તારા વિનાની જિંદગીની કલ્પના પણ શક્ય નથી, મારા જીવનમાં તારા સિવાય કોઈ પણ બીજી સ્ત્રી આજ પછી નહી આવે આ મારૂ વચન છે તને,
મને ખબર છે કે ઉમેશ સાથે તું ખૂબ સુખી રહીશ , ઉમેશ ખરેખર સારો માણસ છે, પણ મારું આ જીવન તો હું ફક્ત અને ફક્ત તારા વિરહ મા કાઢીશ અને આવતા જન્મે હું હું ચોક્કસ મોડો નહી પડું.
તારો તારો અને સદા કાળ માટે નો … શિરીષ.
શિરીષ નો લોહીથી લખેલો બે ટૂંક કાગળ વાંચી અને બહાવરી બનેલી પૂર્વી દોડી ને ઉમેશ પાસે ગઈ, એ આખો દિવસ ઉમેશ અને પૂર્વીએ બંને જણાએ શિરીષ ને શોધ્યો, આકાશ પાતાળ એક કર્યા ,પણ ક્યાય અતો-પતો ના મળ્યો શિરીષનો ..
ખૂબ રડી પૂર્વી ,ઉમેશ પણ ખરા હૃદયથી દુ:ખી હતો, બીજે દિવસે બંને જણા શિરીષના ગામડે ગયા, લગભગ ઍક અઠવાડીયુ આખું શોધખોળ ચાલી , પણ શિરીષ ના મળ્યો, કે શીરીષના કોઈ સગડ ના મળ્યા..અંતે થાકેલી અને હારેલી પૂર્વી અને ઉમેશ એ શિરીષની શોધખોળ બંધ કરવાનુ કીધુ..
ઉમેશે પણ ઍક નિખાલસ કબૂલાત કરી પૂર્વી પાસે, પૂર્વી આ શિરીષ તારો સાચો આશિક છે ,આ શિરીષ એક માણસ નહિ પણ ખરો પ્રેમી છે, પૂર્વી હુ કદાચ તને આટલો પ્રેમ નહી કરી શકુ .
સામે પૂર્વી ઍ જવાબ વાળ્યો ..પણ ઉમેશ હું તને ઍટલો પ્રેમ કરીશ ને કે તારે મને પ્રેમ કરવા ની જરૂર જ નહી પડે અને આપણા બંનેના પ્રેમનું ટોટલ બહુ જ આગળ જશે..
પૂર્વીની કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા પુરી થઈ અને લગન લેવાયા..
અમદાવાદની માણેકબાગ સોસાયટી ના ઍક બંગલામાં અપશુકનિયાળ..બુંધ..જેરોદ ગામની પૂર્વી આવી સાતે આસમાનમાં વિહરતી પૂર્વી ને મા, બાપ ,ઘર અને વર ..બધુ મળ્યુ..
સુહાગવાળી રાત આવી …
મને મારા બાળપણથી જ ઉમેશ જોડે કઈક વધરે પડતો લગાવ હતો, મારાથી દસ વર્ષ મોટો હતો ઉમેશ,છતાં પણ ઉમેશને પણ મારી સારી ઍવી માયા હતી, ઉંમરમાં મારાથી દસ વર્ષ મોટો હોવાને લીધે ઉમેશ મારા જીવનો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ હતો ,એ રાત્રે મને પૂર્વીની થોડી અદેખાઈ આવી.
Previous Page | Next Page