નીરજાએ રીતસર એક લાફો માર્યો વિરલને … નાલાયક તારી મોટીબેહન માટે આવું બોલે છે ..??? સેહજ પણ શરમ નથી તને ..?? અરે હું શું કામ શરમ રાખું .?? તે કામ જ એવા કર્યા છે … તને ખબર છે ..તારા લીધે સીમરનના મોમ ડેડ મને ના પડી ગયા … અમારા ચાર વર્ષના રિલેશનશીપની પથારી ફરી ગઈ ,બ્રેકઅપ થઇ ગયું મારું સીમરન સાથે …નીરજાએ વિરલ સામે આંગળી કરીને જોરથી ચિલ્લાઈ ..એ મારું નામ તો લેતો જ નહિ તું …, તારા અને સીમરનના રિલેશનશિપમાં પેહલેથીજ ડખા હતા … વર્ષમાં પાંચ વખત તમારે બ્રેકઅપ થતું હોય છે …વિરલે જવાબ આપ્યો ..ના ખોટી વાત છે નીરજા , આ વખતે એ લોકો આપણા મમ્મી પાપાની સાથે અમારા મેરેજની વાત કરવા આવ્યા હતા , પણ આ તારા બેંગ્લોરવાળા બાબાના કાંડ છાપામાં આવ્યા , અને તમે છાપાના પેજ-૩ માંથી લાસ્ટ પેજ પર આવ્યા , અને એ પછી તો રોજ ના તમારા એક પછી એક અફેર બહાર આવ્યા કરે છે … આંખો ઝીણી કરીને વિરલે નીરજા ને પૂછ્યું …તમને ક્યારેય સેહજ પણ શરમ ના આવી આ બધા ધંધા કરતા ….લિસન વિરલ ફરી એકવાર તને વોર્ન કરું છું ,મારી લાઈફમાં સેહજ પણ ના ઈન્ટરફીયર કરીશ …ના નીરજા હવે તો તારે ડીસીશન લેવું પડશે , પાર્ટ ઓફ ફેમીલી ઓર નોટ ..નીરજા રડવા માંડી અને બોલી …એવું કેહનારો તું કોણ છે … એમ કરી અને નીરજા રડતી રડતી દોડી અને રૂમની બહાર નીકળી ગઈ …વિરલને ભાન થયું કે કઈક વધારે પડતું એ બોલી ગયો છે … આ કઈ કરી બેસશે તો મોમ ડેડ મને નહિ જીવવા દે … એ દોડી ને પાછળ ગયો , પણ એ પેહલા તો નીરજા એની મર્સિડીઝ લઇને રોડ પર નીકળી ચુકી હતી … વિરલે દોડી અને પોતાની BMW સ્પોર્ટ્સ કાર કાઢી ,અને નીરજાની ગાડીનો પીછો કરવાનો ચાલુ કર્યો ..બપોરનો સમય હતો એટલે ટ્રાફિક ઓછો હતો રોડ પર , અને નીરજા સીધી એસ જી હાઈવે તરફ ગઈ .. વિરલે પાછળથી ખુબ હોર્ન માર્યા પણ નીરજા ઉભા રેહવાની બદલે વધુ ને વધુ સ્પીડ લેતી ગઈ ….બંનેની ગાડીઓ ગાંધીનગર તરફ ધસતી ગઈ …અને ગુજરાત હાઈકોર્ટ પાસે ધડાકાભેર નીરજાની ગાડી રોડના ડિવાઈડર સાથે અથડાઈ , પાછળની ગાડીમાં વિરલ કંટ્રોલ કરી ગયો, અને એણે એની BMW રોકી પાડી … દોડીને નીચે ઉતર્યો અને નીરજાની ગાડી પાસે પોહચ્યો … એરબેગો ખુલી ગઈ હતી , અને નીરજા એરબેગમાં ફસાઈ હતી .. વિરલે ઈશારો કર્યો કાચ ખોલ પણ બારણું અને કાચ જામ થઇ ગયા હતા … વિરલે રોડ પર પડેલો એક મોટો પત્થર ઉપાડ્યો અને મર્સિડીઝના પાછલા બારણાના કાચને માર્યો ,અને કાચ ફોડી નાખ્યો … અને પાછલું બારણું ખોલી કાઢ્યું .. નીરજાને રીતસર ખેંચી અને બહાર કાઢી ..આજુબાજુ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું ,હેબતાઈ ગયેલી નીરજાને કઈ સમજ નોહતી પડતી … વિરલે નીરજાને ઊંચકીને ખભે નાખી અને પોતાની BMWમાં નાખી અને ગાડીના ટાયરના ચીચ્યારા બોલાવતો ટોળાની વચ્ચેથી ગાડી કાઢી ગયો … ગાડી સીધી પોતાના મામાના ફાર્મ પર શેલા ગામમાં લીધી .. ..દુરથી વિરલની ગાડી આવતી જોઇને દરવાને ઝાપો ખોલ્યો અને ગાડી સીધી અંદર ……CONT..3
No Comments