Page 21
મેઘના ફાટી આંખે જોઈ રહી રીતેશ, કંગના અને નિલયને હોટેલની બહાર જતા …
કુશલ ધીસ ઇસ રીયલી ડીસઘસટીંગ, તું કેવી રીતે સહન કરે છે ? આ બધું ? જેમ તું કરે છે મેઘુ બેબી મારી બાયડી હતી તો તારો વર હતો જ ને..! થવા દે બધું હવે ભગવાન જ માલિક છે ….!!
મેઘના એ કુશલ ને કીધું એક નિલય ઓછો હતો તો આ રીતેશ ને ઘાલ્યો વચ્ચે ? હવે આપણી જોડે શું ધારીણીને પણ આ આગમાં બાળવાની ને કુશલ તે આ બહુ ખોટું કર્યું છે …
કુશલ બોલ્યો મેઘના મારા પર વિશ્વાસ રાખ હું જે કરું છું એ બધું સમજી વિચારીને કરું છું ટ્રસ્ટ મી મેઘના.. મેઘના બોલી ..ના કુશલ આજ નો સીન જોયા પછી મને ટ્રસ્ટ નથી રહ્યો , ઓકે ચલ મને એક વાત કહે તું મેઘના રીતેશે તને પટાવવાની કોશિશ નથી કરી ? આજ ની વાત ને એની સાથે કોઈ કન્સર્ન નથી કુશલ , કેમ નથી તું રીતેશ ના હાથમાં આવી ?
હું એવી નથી મેઘના બોલી, કુશલ બોલ્યો ..મને ખબર છે મેઘના ચલ હવે મને બીજી વાત કહે તો કંગના કેવી છે ? એના વિશે મારે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવું , કુશલ બોલ્યો ચલ બીજી વાતત કહે નિલય કેવો ? મારે એના વિશે પણ કઈ નથી બોલવું … કુશલ બોલ્યો ..સરસ પણ અમારે એ બંને માટે બોલવું છે મેઘના, નિલય એક નંબરનો હરામી છે અને કંગના પણ મહાચાલુ પ્રકારની ઓરત છે ભલે મારી પત્ની રહી એ , આ લોકો કેરેક્ટર લેસ માણસો છે , કુશલ અને મેઘના હોટેલના થાંભલા પાછળ ઉભા ઉભા જ વાતો કરતા હતા અને અચાનક પાછળથી બંને ના ખભા ઉપર એક હાથ આવ્યો રીતેશ હતો એ ..હલો બોથ લવ બર્ડ્સ ..મેઘના સેહજ હટી ગઈ અને રીતેશનો હાથ એના ખભા પરથી સરકાવી લીધો, કુશલ સેહજ દાઢમાં બોલ્યો તું તો બહાર નીકળી ગયો હતો ને આ સામે ના દરવાજેથી .. રીતેશ બોલ્યો પાછળથી બીજા ઘણા દરવાજા છે આ હોટેલમાં અંદર આવવા માટેના કુશલ બકા … રિતેશની આંખોમાં મસ્તી હતી મેઘના બોલી મારે ઘરે જવું પડશે હું જઈશ .. રીતેશે મેઘનાનો હાથ કડક રીતે પકડ્યો અને બોલ્યો નહિ જવાય .. મારી વાત સાંભળ્યા પછી જ જવાશે ક્યારેક આંખે જોયેલું પણ ખોટું હોય છે મેઘના તારે ઉભા જ રેહવું પડશે તું કહે તો કોફી શોપમાં બેસીએ ..
Previous Page | Next Page