ડીએમ મૌન થઇ ગયો એની જીભ જ નોહતી ઉપડતી … ઘણી બધી વખત દબાતા સ્વરમાં આ વિષય ઉપર ચર્ચાઓ થતી અને ડીએમ અહિયાં આવીને અટકી જતો ….વસુંધરા આગળ બોલી ..અને ડીએમ તમારી આ જ ખામોશીને લીધે જ નીરજાએ એના જીવનમાં ઘણી બધી છૂટછાટ લઇ લીધી છે …. વિરલ સાચો છે ડીએમ નીરજા બે વર્ષ બેંગ્લોર રહી છે , જે આખું અમદાવાદ જાણે છે … એક જ ફ્લેટમાં પેલા હસન સાથે ..તમે ક્યાં સુધી આંખ આડા કાન કરશો ..?? કે પછી ડીએમ તમારે જ તમારી દીકરીને પરણાવવાની નથી ..?? ડીએમ કઈ ના બોલ્યો .. વસુંધરાએ આગળ ચલાવ્યું ..તમે તમારી દીકરીના બાપ છો ડીએમ … અને ડીએમ એક હકીકતનો સ્વીકાર કરો કે મરવાનું બાપે હોય છે , સંતાનો એ નહિ …!!! તમે મરી જશો ત્યાર પછી તમારી દીકરી નું કોણ ..? બધા બાપ પોતાની દીકરીને પ્રેમ કરતા જ હોય છે, ડીએમ પણ કોઈ પોતાની દીકરીને તમારી જેમ ચોત્રીસ વર્ષની થાય ત્યાં સુધી તમારી જેમ ઘરમાં ના રાખે ..ડીએમ કઈ ના બોલ્યો .. વસુંધરાએ ટોટલ કમાંડહાથમાં લીધો, મીનાબેન તમે નીરજાને લઇને રૂમમાં જાવ આજે ભલે હવે રાત પડે પણ મારે ડીએમ જોડે વાત કરવી જ છે … ભોલુ ને ફોન કરો , એ સીધો નાથદ્વારા જ ગયો હશે .. એને ખબર છે કે ડીએમ એક જ જગ્યાએ રીવોલ્વોર સાથે નથી રાખતા …
મીનાબેન અને નીરજા બીજા રૂમમાં જતા રહ્યા.. ડીએમ સોફામાં બેઠો સામે વસુંધરા ગોઠવાઈ ગઈ .. ડીએમ પેલા બેંગ્લોર વાળા હસનની જોડે નીરજા બે વર્ષ રહી તમે કેમ કશું ના કીધું ..?? ડીએમ કઈ ના બોલ્યો .. વસુંધરાએ કીધું …તમને એમ હતું ને કે છોકરો હેન્ડસમ છે અને ભલે મારી છોકરી જલસા કરી ખાતી ..બોલો સાચી વાત ને … વસુ તું હવે ખરેખર વધારે પડતું … હું અત્યારે વધારે પડતું જ બોલવાની છું ડીએમ .. હવે મને તમારી રીવોલ્વોરની બીક નથી રહી … ડીએમ કેટલા બૈરા કર્યા તમે ..?? એક રફ આંકડો તો બોલો ..?? વસુ તારે શું સાબિત કરવું છે ..? કઈ નહિ ડીએમ મારે તો એટલું કેહવું છે કે સ્ત્રીને પ્રેમ જોઈએ શરીર સુખ નહિ ..પ્રેમ મળેને શરીર સુખ તો ગૌણ થાય .. અને એ પ્રેમ પણ પતિનો બાપનો નહિ ..!!!તમે એમ માનતા હો કે નીરજાને પરણાવવાથી કોઈ ભાગ પડશે તો એવું કઈ નહિ થાય … નીરજાનો હસબંડ તમારો જમાઈ …દીકરો નહિ થાય …?? જો કે આમ તો તમે સાચા છો ડીએમ ,તમે તો તમારા દીકરાને પણ ક્યાં તમારો માનો છો ..?? બીજા નો છે વિરલ , ડીએમ ..?? ડીએમ ભડક્યો ..વસુ બસ … અરે શું બસ ડીએમ .. મારી નણંદને તો તમે ડીપ્રેશનમાં નાખી ,અને ડફોળ મુર્ખ બનાવી , પણ હવે જો આવું જ બધું ચાલુ રાખશો તો નીરજા ડીપ્રેશનમાં વધારે જશે … આજે નીરજા નર્મદા કેનાલમાં જતી હતી ગાડી સાથે .. બચી ગઈ માટે તમને આ બધું કહું છું ડીએમ …ડીએમને પરસેવો થઇ ગયો આંખે અંધારા આવ્યા …તરત પાણી આપ્યું વસુંધરાએ … સમજો ડીએમ બહુ લાડ પ્યારના હોય ચોત્રીસ ની છે …આજે બચી ગઈ છે કાલે બીજી કોઈ રીતે આત્મહત્યાનો પ્રયત્ન કરશે ,અને એમાં એ સફળ થઇ ને તો તો … નીરજા ડીપ્રેશનમાં છે, એને એની ઉમરની વ્યક્તિનો પ્રેમ જોઈએ છે .. CONT..9
No Comments