Page:-41
સિલ્વારાજ સર આગળ બોલ્યા ..કદાચ તમને ખબર હશે કે શર્વરી કાયા ઓટોમોટીવ દુનિયામાં પેહલીવાર એક લાખ રૂપિયામાં ગાડી વેચવાનો છે,
અને કાયા ઓટોમોટીવનો માલિક જહાંગીર ખંભાતા પારસી છે અને ગુજરાતી જ છે,સિલ્વારાજ સર બોલતા અટકયા અને સેહજ હસીને આગળ બોલ્યા..અને શર્વરીબેન આપણી સીડીઆઈસી બેંકના માલિક દિનેશ પારેખ પણ ગુજરાતી છે,જેમને તમે પેહલા મળી ચુક્યા છો, એ બંને વચ્ચે ખુબ સારી દોસ્તી છે, એનો લાભ લઈને એક ડીલ આપણે ફાઈનલ કરવાની છે..કાયા ઓટોમોટીવ અને સીડીઆઈસી બેંક વચ્ચે,
એ એક લાખ રૂપિયાની ગાડી માટેની ડીલની મીટ આ વિક એન્ડમાં ગોવામાં છે. અને જો શર્વરી તમે પણ આ વિક એન્ડમા મારી સાથે ગોવા આવે સીડીઆઈસી તરફથી તો મને આ સીડીઆઈસી બેંક અને કાયા ઓટોમોટીવ વચ્ચેની ડીલ ને ફાઈનલ કરવું ખુબ ઇઝી રેહશે..
શર્વરી એકદમ અચંબાથી સાંભળતી રહી..
સિલ્વરાજ સર આગળ બોલ્યા.. શર્વરી મારે તમારુ કામ ત્યાં એટલે છે કે, એક્ચ્યુઅલી મારે ત્યાં બધું ગુજરાતી ગુજરાતી એટ્મોસ્ફીયર કરી નાખવું છે,અને કાયા ઓટોમોટીવનો હેડ પણ મિલન દવે ગુજરાતી છે,અને આ મીટીંગમાં એ પણ આવવાના છે..
એક બીજી પણ બહુ જ મહત્વની વ્યક્તિ પણ આવશે આ મીટીંગમાં જે ભવિષ્યમાં આપણને બહુ જ કામ લાગશે .અને એ છે કાયા ઓટોમોટીવનો વારસદાર પર્સી ખંભાતા, એ પણ આ મીટીંગમાં હાજર હશે એટલે તું સાથે હોઈશ તો મને બધુ હેન્ડલ કરવુ ઇઝી રેહશે , હું તો ગુજરાતી બોલી જાણું છું પણ મારી સાથે આપણી આઠ દસ જણાની ટીમમાં બીજા બે ત્રણ જણા ગુજરાતી હોય તો હું માનુ છું કે આપણને સરળતા રેહશે,આમ પણ રાજ અત્યારે ગુજરાતીનું જ છે દિલ્લીમાં પણ..એટલુ બોલીને સિલ્વારાજ સર અટક્યા..
કાયા ઓટોમોટીવ અને સીડીઆઈસી બેંક આવા બે કોર્પોરેટ્સ જાયન્ટ્સની મીટીંગમાં હાજર રેહવાની તક જોઇને શર્વરી અડધી અડધી થઇ ગઈ,
અને શર્વરી એકદમ ઝડપથી બોલી યસ સર યસ ફોર શ્યોર આઈ વિલ જોઈન યુ,તરત જ સિલ્વરાજ એ ઇન્ટરકોમથી એમની સેક્રેટરી ને કીધું શર્વરીની પણ મારી સાથે ટીકીટ કરો ગોવા ની અને શર્વરી ત્યાંથી મન્ડે મોર્નીગના અમદાવાદ જશે..
ચાલો હવે બીજી હું તમને સ્ટ્રેટેજી અને ડીટેઇલ આપું ગોવા મીટની શર્વરી..CONT..42