Page:-29
જયેશ પારેખનો સામો જવાબ આવ્યો ઇન બ્રાઝીલ વિલ ટેઈક થ્રી ડેઝ ટુ રીચ બોમ્બે..
ડાયેનાના બધા વહાણ ડૂબી ગયા ,ડાયેનાને લાગ્યું હવેએને કોઈ બચાવનારું નથી, જો એની ઉપર કઈ આવે તો એણે જાતે જ ડિફેન્ડ કરવું પડશે..
ચેરમેન સર એ પોતાની સ્પીચ ચાલુ કરી.. આખો હોલ શાંતિથી સંભાળતો રહ્યો ..
શરૂઆતથી લઈને અને આજ સુધીની બેંકની સફરની વાતો કરી અને છેલ્લે સીડીઆઈસી બેંકના ઓટોફાઈનાન્સ ડીવીઝનના ખુબનીચે જતા પરફોર્મન્સને લીધે થોડા રિફોર્મ્સના પગલા લેવા પડે છે , અને એના માટે પ્રોફેશનલ મેનેજમેન્ટની જરૂરિયાત હોઈ સિલ્વારાજ સરને અત્યારે હાલમાં એમ.ડી.જયેશ પારેખની જગ્યાએ સીડીઆઈસી બેંકના એમ.ડી. બનાવું છું અને બાકીના જે કોઈ ટ્રાન્સફર અને પ્રમોશન છે તે તમને તમારી બેંકના નવા એમ.ડી. સિલ્વારાજ સર કેહશે ..
એટલું કહીને દિનેશ પારેખ ત્યાંથી વિદાય થયા..
દિનેશ પારેખના હોલમાંથી નીકળ્યા પછી ચણભણ ચાલુ થઇ ગઈ ,પોતાના દીકરાને જ ગાદીએથી ઉતારી મુક્યો..!
સીડીઆઈસી બેંકનો બધો જ કમાંડ સિલ્વારાજ સરની પાસે આવ્યો ..
સાયકલ મીટીંગમાં હાજર રહેલા મેનેજરોમાંથી બધું થઈને ચાલીસેક મેનેજરોને ત્યાં અને ત્યાં જ પાણીચું પકડાવાયું હતું ,એમના પગાર અને નોટીસ પીરીયડના પગારોના હિસાબ ના ચેક સાથે ફાઈનાન્સની ટીમ ત્યાં જ હાજર હતી..તાત્કાલિક અસરથી બધાને છુટા કરવામાં આવ્યા હતા..
મોટો હડકંપ મચ્યો હતો..એક પછી એક પ્રમોશન પણ એનાઉન્સ થતા હતા ..
સૌથી છેલ્લે ડાયેના અને મિસ્ટર ચઢ્ઢાને પણ પાણીચું પકડાવાયું ..ડાયેના ભરી મીટીંગમાં ચિલ્લાઈ યુ કાન્ટ ડુ થીસ સિલ્વરાજ ..
સિલ્વારાજ સરએ શાંતિથી જવાબ આપ્યો આઈ એમ એમ.ડી.ઓફ ધીસ કંપની એન્ડ આઈ કેન ડુ એનીથિંગ ..પ્લીઝ કીપ ક્વાયેટ મિસ ડાયેના રોચા..
જયેશ પારેખની ગેરહાજરીનો બરાબર લાભ લીધો સિલ્વારાજ અને એના બાપ દિનેશ પારેખ એ..
સાયકલ મીટીંગ પૂરી થઇ છટણી થયેલા લોકોમાં સચિનનું પણ નામ હતું ..અને પ્રમોટ થયેલા લોકોમાં શર્વરી અને ઇશાન હતા..CONT..30